માધાપર શેરી નં ૨૨ માં રહેતા આરોપીના મકાન સામે ખુલ્લા પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની ૫ બોટલનો જથ્થો જપ્ત કર્યો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માધાપર શેરી નં ૨૨ માં રહેતા આરોપી સાહિલ હિતેશ વિઠ્ઠલાપરાના મકાન સામે ખુલ્લા પ્લોટમાં બાતમીને આધારે રેડ્ કરી હતી ખુલ્લા પ્લોટમાંથી દાટીને રાખેલ રેડ લેબલ સ્કોચ વ્હીસ્કીની ૫ બોટલ કીમત રૂ ૫૫૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે આરોપી સાહિલ વિઠ્ઠલાપરા હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
