R R Gujarat

વાંકાનેર બાઉન્ડ્રી નજીક મગફળી ભૂંસાની બોરીની આડમાં દારૂની હેરાફેરી, 14,040 બોટલ દારૂના જથ્થા સહિત 1 કરોડથી વધુની મત્તા કબજે

વાંકાનેર બાઉન્ડ્રી નજીક મગફળી ભૂંસાની બોરીની આડમાં દારૂની હેરાફેરી, 14,040 બોટલ દારૂના જથ્થા સહિત 1 કરોડથી વધુની મત્તા કબજે

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પંજાબથી ગુજરાત રાજ્યમાં મગફળી ભૂંસાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે મોરબી એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ટ્રક ટ્રેલર જડપી લઈને ઇંગ્લિશ દારૂની 14 હજારથી વધુ બોટલો સહિત કુલ એક કરોડથી વધુના મુદામાલ સાથે એકને જડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી એક ટ્રક ટ્રેલર આરજે 14 જીજી 5205 વાળું આવનાર છે જે રાજકોટ જવાનું છે ટ્રેલરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમી મળી હતી જેથી વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી હતી અને વાહન પસાર થતાં રોકી તલાશી લેવામાં આવી હતી

જે ટ્રક ટ્રેલર આરજે 14 જીજી 5205 માંથી રોયલ સ્ટગ 180 એમ. એલ બોટલ નંગ 2400, રોયલ સ્ટગ 750 એમ. એલ. બોટલ નંગ 4632, રોયલ ચેલેન્જ વ્હિસ્કી બોટલ નંગ 2736, રોયલ ચેલેન્જ નાની બોટલ નંગ 1728, મેકડોલ બોટલ નંગ 1872 અને નાની બોટલ નંગ 672 કુલ દારૂ બોટલ નંગ 14040 કિમત રૂ 67,69,920 તેમજ ટ્રેલર કિમત રૂ 30 લાખ, મોબાઈલ નંગ 02 કિમત રૂ 5500 અને મગફળી ભૂસા ભરેલ બોરીઓ નંગ 150 સહિત કુલ રૂ 1,02,77,920 નો મુદામાલ જપ્ત કર્યો છે

ટ્રેલર ચાલક સતારામ કુશારામ જાટ રહે રાજસ્થાન વાળને જડપી લીધો છે દારૂ મોકલનાર કિશોર સારણ રહે રાજસ્થાન વાળાનું નામ ખૂલતાં વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે