R R Gujarat

મોરબીના જુના ઘૂટું રોડ પરથી ટ્રેલરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, ૧૦.૯૧ લાખનો મુદામાલ જપ્ત

મોરબીના જુના ઘૂટું રોડ પરથી ટ્રેલરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, ૧૦.૯૧ લાખનો મુદામાલ જપ્ત


મોરબીના જુના ઘૂટું રોડ પરથી પોલીસે ટ્રેલરમાંથી ઈંગ્લીશ દારૂના ૫૭૬ પાઉચના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧૦.૯૧ લાખનો મુદામાલ કબજે લીધો છે


મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ઘૂટું રોડ પર સેગો સિરામિક સામેથી ટ્રેલર આરજે ૦૧ જીઈ ૫૭૮૬ વાળું શંકાસ્પદ લાગતા તલાશી લીધી હતી ટ્રેલરમાંથી ઈંગ્લીશ દારૂના પાઉચ નંગ ૫૭૬ કીમત રૂ ૪૧,૪૭૨ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઈલ કીમત રૂ ૫૦,૦૦૦ અને ટ્રક ટ્રેલર કીમત રૂ ૧૦ લાખ શીત કુલ રૂ ૧૦,૯૧,૪૭૨ નો મુદામાલ જપ્ત કરી આરોપી રાજેન્દ્રસિંગ ઉર્ફે રાજુ ભોલસિંગ રાવત અને રાહુલ સોકીન કટત રહે બંને રાજસ્થાન વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે