R R Gujarat

વાંકાનેરના ઠીકરીયાળા ગામે ઘોડાના તબેલામાંથી દારૂ-બીયરનો જથ્થો જપ્ત

વાંકાનેરના ઠીકરીયાળા ગામે ઘોડાના તબેલામાંથી દારૂ-બીયરનો જથ્થો જપ્ત

 

ઠીકરીયાળા ગામમાં આવેલ વાડીમાં ઘોડાના તબેલામાં છુપાવી રાખેલ દારૂ અને બિયરનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો આરોપી મળી આવ્યો નથી જેથી વધુ તપાસ ચલાવી છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઠીકરીયાળા ગામની સીમમાં આરોપી અજીત ખાચરની વાડીમાં ઘોડાને રાખવા માટેના તબેલામાં રેડ કરી હતી તબેલાના ગમાણમાંથી પોલીસે દારૂની 49 બોટલ અને 24 બીયર સહિત કુલ રૂ 45,645 નો મુદામાલ કબજે લીધો છે આરોપી અજીત રામકું ખાચર હાજર મળી આવ્યો ના હતો જેથી આરોપીને જડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે