R R Gujarat

મોરબીના ભાવ પત્રક પછી પાંચ વર્ષમાં ભ્રસ્ટાચારના થયેલા ચોંકવનારા કરોડોના વહીવટની અરજી થી ખળભળાટ

મોરબીના ભાવ પત્રક પછી પાંચ વર્ષમાં ભ્રસ્ટાચારના થયેલા ચોંકવનારા કરોડોના વહીવટની અરજી થી ખળભળાટ

રાજકોટમાં થયેલ TRP ગેમ ઝોનની રાખ હજી ઠરી પણ નથી ત્યારે આજ દીન સુધી રાજકોટમાં મહા ભ્રષ્ટાચારી લોકો દ્વારા થયેલ કૌભાડો બહાર આવ્યે રાખે છે. આવી જ રીતે મોરબીમાં જો મહા ભ્રષ્ટાચારની તપાસ થાય તો રાજકોટને આટી મારે એવા મહા કૌભાંડો બહાર આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી થોડા સમય પહેલા જે રીતે મોરબી મહેસુલી તંત્રમાં મામલતદાર મોરબી ગ્રામ્ય વિરુધ્ધની અરજીઓ, મહેસુલી તંત્રમાં ચાલતુ ભાવ પત્રક વાયરલ થયુ તુ એ ભાવ પત્રકને અંદર ખાને મોરબીના વકીલો, સરકારી લોકો, રાજકારણી લોકો, સામાજીક આગેવાનોએ વિગેરેએ સમર્થન આપ્યુ હતુ કે મોરબીમાં મહેસુલી તંત્રમાં આવી રીતે જ ભ્રષ્ટાચાર થાય છે. અને લોકોને લુટવામાં આવે છે. અને આ ભાવ પત્રક અને વિવિધ અરજીઓ ના કારણે જ ગાંધીનગરથી અધિકારીઓની ટીમ મોરબી દોડી આવી હતી. હવે આ ભાવ પત્રક અને મોરબી મહેસુલી તંત્ર માં થતા વિવિધ કામોનો સર્વે કરીને, મહેસુલી તંત્ર સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો, વિવિધ લોકો, આગેવાનો, વકીલ મીત્રો પાસેથી માહીતી મેળવીને મોરબીના જાગૃત નાગરિક દ્વારા મોરબીમાં છેલ્લા પાંચ વર્ષમાં મહેસુલી તંત્ર દ્વારા જે રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેની આંડાકીય માહિતી એકઠી કરીને મોરબીની જનતાની સામે ચોંકાવનારી માહિતી મુકેલ છે જાગૃત યુવાને મુખ્યમંત્રી અને સચીવને આ બાબતે વિગતવાર અરજી કરેલ છે. કે મોરબીમાં મહેસુલી તંત્ર દ્વારા વિવિધ મહેસુલી કામોમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાગૃત યુવાને તેની અરજીમાં જણાવેલ છે કે છેલ્લા કેટલાક સમય પહેલા મોરબીમાં એક ભાવ પત્રક સોશીયલ મિડીયા અને સમાચારપત્રમાં ફરતુ થયુ હતુ. તે ભાવ પત્રકને મોરબીના એક પણ અધિકારી કે કર્મચારી કે મોરબીના કોઇ વકીલ કે કોઇ રાજકારણી, વેપારી કે સામાન્ય વ્યક્તિએ ખોટુ છે એવુ કહ્યું નથી એનો મતલબ એવો થાય કે જે ભાવ પત્રક ફરતુ થયુ હતુ એ એકદમ સાચુ હતુ અને આવો જ ભ્રષ્ટાચાર મોરબીમાં થાય છે. તે બાબતે શંકાને કોઈ સ્થાન નથી. ભાવપત્રકના કારણે કલેક્ટરે ૨-૫ લોકોની બદલી કરીને કામગીરીનો દેખાડો કરીને ઘીના ઠામમાં ઘી હોમી દીધુ હતુ. અને હવે રાબેતા મુજબ જ ભાવ પત્રક મુજબ જ ભ્રષ્ટાચાર કરવાનુ ચાલુ કરી દીધુ છે હવે આ ભાવ પત્રક મુજબ છેલ્લા ૫ વર્ષ ના સમયગાળામાં મોરબીમાંથી રેવન્યુના અધિકારીઓ કેટલા રૂપીયા તેઓની ઘરે લઇ ગયા એની અંદાજીત આકડાકીય માહીતી બાબતે છેલ્લા ઘણા સમયથી મોરબીમાં ચાલતા ભ્રષ્ટાચારના ડેટા એકત્રીત કર્યા અને ઘણા લોકો પાસેથી માહિતી એકઠી કરી, સર્વે કર્યો અને ઘણી મહેનત પછી છેલ્લા પાંચ વર્ષમાં મોરબીમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે તેની ચોંકાવનારી આંકડાકીય વિગતો સામે આવી છે

ચારસો બાવન કરોડ એકોતેર લાખ નેવુ હજાર

આ ભ્રષ્ટાચાર તો રેવન્યુ વિભાગનો ઉપરછલ્લો જ છે આવો તો બીજો ઘણો ભ્રષ્ટાચાર થાય છે જેમાં મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કચેરી, કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર કે ક્લાર્ક કક્ષાના કર્મચારીઓ કે અધિકારીઓ દ્વારા ખરી નકલો, રેશનકાર્ડ, વિવિધ દાખલાના, મધ્યાહન ભોજનનો હપ્તો, ચેપ્ટર કેસ, પાસા કે હદપારી અટકાયતના પગલા ન લેવાના, અશાંત અધારાના કેસો, પાક રક્ષણ હથીયાર પરવાના, જુનુ રેકર્ડ ગોતવાના, વિગેરેનો સમાવેશ કર્યો જ નથી અને જો આ બધા આકડા લેવામાં આવે તો ખુબ મોટો આકડો થઇ જાય. અને આ આકડાનો અંદાજ કાઢવામાં આવે તો આ આકડો ૫૦૦ કરોડ આસપાસ થાય, અને આ આકડાઓ તો મિનિમમ કરીને જ બતાવ્યા છે. અને આતો વાત થઇ ફક્ત મહેસુલી કચેરીઓની પરંતુ મહેસુલી કચેરીઓ સીવાય પણ પોલીસ, નગરપાલીકાઓ, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, જી.એસ.ટી. ઇનકમટેક્ષ, આર & બી., પોર્ટ, ખાણ ખનીજ, આર.ટી.ઓ, તોલ માપ, ફુડ એન્ડ ડ્રગ્સ એવા કેટલાય ક્રીમ વિભાગો છે જેના ભ્રષ્ટાચારની તો ગણતરી જ નથી કરી. જો આ બધા ભ્રષ્ટાચારની ગણતરી કરવામાં આવે તો આ આકડો અબજોને પણ ટપી જાય. આ બધા ડીપાર્ટ્મેન્ટ નો અંદાજીત કરોડોમાં આવે. અને મોરબી જિલ્લાનો ટોટલ ભ્રષ્ટાચાર ૧૫૦૦ કરોડ આસપાસ થાય પરંતુ અહીં વાત તો ફક્ત મહેસુલી તંત્રની જ છે. અને મોરબીમાં રેવન્યુના અધિકારીઓ ફક્ત ને ફક્ત પૈસા બનાવવા જ આવે છે. હવે જો આટલા રૂપીયા મોરબીના વિકાસમાં વપરાય તો મોરબી ની કાયા પલટ ફક્ત ૧ મહિનામા થઇ જાય. પણ મોરબીના વિકાસમાં કોઇ અવરોધ રુપ પરીબળ હોય તો એ છે મહા ભ્રષ્ટાચાર જ છે આ તમામ આકડાઓ માટે મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ, પ્રાંત કચેરીઓ અને કલેક્ટર કચેરીઓ માં ઉપરના તમામ કેસોની વિગતો કાઢવામાં આવે તો આ આંકડોની આસ પાસ નો આકડો આવશે પણ ભ્રષ્ટાચારનો આકડો આના કરતા પણ મોટો આવશે.

આમ, છેલ્લા પાંચ વર્ષોમાં મોરબી જિલ્લામાં ફક્ત મહેસુલી તંત્ર દ્વારા જ ૫૦૦ કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે. અને આ બધો ભ્રષ્ટાચાર મોરબીમાં આવેલા રેવન્યુના મહા ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા થયેલ છે અને આ બધા રૂપીયા મોરબીની જનતાના છે. જે જનતાના કામમાં વપરાવા જોઇ પણ આ બધા રૂપીયા મહેસુલી તંત્રના અધિકારીઓએ પોતાના ઘર ભેગા કર્યા છે આથી મોરબીના એક જાગૃત નાગરીક તરીકે મારી આટલી વિનંતી છે કે મોરબીના મહા ભ્રષ્ટાચારી રેવન્યુ તંત્ર ઉપર કંટ્રોલ કરવો અને મોરબીમાં ઇમાનદાર અધિકારીઓ મુકવા જોઈએ અને મોરબીમાં ભ્રષ્ટાચાર ઓછો કરવો કરવો જોઈએ જો આટલુ કરવા છતા પણ જો અધિકારીઓ મન ફાવે તેવો ભ્રષ્ટાચાર કરશે તો આવનારા સમયમાં મોરબીની સ્થિતિ ભયંકર રીતિ કથળશે જે મોરબીની સામાન્ય જનતાને ભોગવવું પડશે એ વાત ચોક્કસ છે તેવું અરજદારે અરજીમાં જાણવાયું છે અને આ અરજીની વિશેષ તાપસ કરવાની પણ માંગ કરી હોવાનું અરજદરે પોતાની અરજીમાં જણાવ્યું છે.