R R Gujarat

મોરબીમાં લગ્નના ૧૭ વર્ષ બાદ પણ સંતાન નહિ થતા પરિણીતાનો આપઘાત

મોરબીમાં લગ્નના ૧૭ વર્ષ બાદ પણ સંતાન નહિ થતા પરિણીતાનો આપઘાત


મોરબીની નીલમબાગ સોસાયટી રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતી ૩૬ વર્ષીય પરિણીતાના લગ્નને ૧૭ વર્ષ બાદ પણ સંતાન નહિ થતા પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
મોરબીના રામધન આશ્રમ પાસે નિલમબાગ સોસાયટી રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતી અલ્પાબેન સુરેશભાઈ ધનાણી (ઉ.વ.૩૬) નામની પરિણીતાએ પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક અલ્પાબેનના લગ્નને ૧૭ વર્ષનો સમય થવા છતાં સંતાન નહિ થતા મનમાં લાગી આવતા આપઘાત કરી લીધાનું ખુલ્યું છે સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે