વાંકાનેર ના શક્તિપરા વિસ્તારમાં ઘરમાં મેલડીમાં – ખોડીયારમાં નું મંદિર બનાવી છેલ્લા ૧૦ વર્ષથી ઘરમાં જોવા દાણા આપવા દુઃખ દંર્દ મટાડવા અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરનાર હનિફાબેન શબીરભાઈ પઠાણ ભુઇની ધતિંગલીલા નો ભારત જન વિજ્ઞાન જાથા ટીમને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કરતા ભુઇ હનિફા એ કાયમી બંધની જાહેરાત કરી લોકોની માંફી માંગી લીધી હતી.
વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં રહેતા હનીફાબેન શબીરભાઈ પઠાણ પોતાના ઘરમાં ખોડિયાર માં – મેલડી માતા નું મંદિર બનાવીને છેલ્લા દસ વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી દુઃખ-દર્દ મટાડવાનું કામ,બી.પી., ડાયાબિટીસ મટાડવાનો દાવો કરી દાણા પિવડાવવાનો ઉપચાર,દવા બંધ કરાવી માતાજી ઉપર શ્રધ્ધા-ટેક રાખવી,બે હજારથી વીસ હજાર ફી વસુલવી, દાણા પીવડાવવાની સાથે દોરા બાંધી રોગ મટાડવાનો દાવો,સંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, લગ્ન સંબંધી ઉકેલનું કામ સહિતના માટે દાણા જોઇને દોરા ઘાગા કરતા હોય તેમજ બાધા રાખવી ૧૭ દિવસની મુદત આપતા હોવાની વિજ્ઞાન જાથાની ટીમને માહિતી મળતા વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સીટી પોલીસને સાથે રાખીને હનીફાબેનના ઘરે પહોચ્યા હોય જ્યાં અંધશ્રદ્ધાનો ફેલાવતા હનીફાબેન સામે કાર્યવાહી હાથ ધરી છે બાદમાં પોલીસ સ્ટેશને લાવીને ધોરણસરની કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસે હાથ ધરી હતી.
હનીફાબેને કાયમી દોરા ઘાગા બંધની જાહેરાત કરી હતી અને લોકોની માંફી માંગી હતી.તો હનીફાબેન પાસે મોરબી, વાંકાનેર, કુવાડવા, ચોટીલા, થાનગઢ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવતા હતા.પીડિતો પાસે કામ પછી ચોખ્ખું કરાવવા ૨ હજાર થી વીસ હજાર સુધીના રૂપિયા પડાવતા હતા.
વાંકાનેરની ભુઈ શરીફાના પર્દાફાશમાં જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાની રાહબરમાં અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, રમેશ પરમાર, મુકેશ સોંદરવા, ભાનુબેન ગોહિલ, યોગેશ પંડ્યા, સંજય પરમાર, અરવિંદ રાઠોડ, હેતલબેન રાઠોડ, લક્ષ્મીબેન રાઠોડ, ભીખાભાઈ રાઠોડ, દેવજીભાઈ રાઠોડ, સ્થાનિક કાર્યકરો જોડાયા હતા.
વાંકાનેર ડીવીઝનના ડીવાયએસપી એસ એચ સારડા અને સીટી પોલીસ મથકના પી આઈ એચ એ જાડેજાન સહયોગથી બંદોબસ્તમાં પોલીસ કર્મીઓમાં લીંબાભાઈ રબારી, ભાવનાબેન મકવાણા, શીતલબેન મકવાણા સાથે જોડાયા હતા


