R R Gujarat

વાંકાનેરના માટેલ રોડ પર કારખાનામાં વીજશોક લાગતા યુવાનનું મોત

વાંકાનેરના માટેલ રોડ પર કારખાનામાં વીજશોક લાગતા યુવાનનું મોત


માટેલ રોડ પર આવેલ કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટ થતા વીજશોક લાગતા ૩૧ વર્ષીય શ્રમિક યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મૂળ ઓડીસાના વતની અને હાલ વાંકાનેરના માટેલ રોડ પર આવેલ લીજોન સિરામિકમાં રહીને કામ કરતા માતલસિંગ મગનસિંગ આદિવાસી (ઉ.વ.૩૧) નામના યુવાનને કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટ થતા વીજશોક લાગતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે