R R Gujarat

મોરબીના નીચી માંડલ નજીક ન્હાવા ગયેલ યુવાનનું ડૂબી જતા મોત 

મોરબીના નીચી માંડલ નજીક ન્હાવા ગયેલ યુવાનનું ડૂબી જતા મોત 

નીચી માંડલ નજીક સિરામિક પાસે પાણી ભરેલ ખાણમાં ન્હાવા ગયેલ યુવાન પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે 

મૂળ ઓડીસાના વતની અને હાલ મોરબીના નીચી માંડલ ગામની સીમમાં સિમોન સિરામિકમાં રહીને કામ કરતા જગનાથ સુરેન્દ્રનાથ બહેરા (ઉ.વ.૩૮) નામના યુવાન કારખાના પાસે પાણી ભરેલ ખાણમાં ન્હાવા ગયો હતો અને પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે