શોભેશ્વર રોડ પર બે બાઈક સામસામે અથડાયા હતા જે અકસ્માતમાં યુવાનનું મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
માળિયાના દેરાળા ગામે રબારી શેરીમાં રહેતા નિઝામખા મહમદખા ખોરમ (ઉ.વ.૫૫) વાળાએ બાઈક જીજે ૦૮ ડીએન ૮૬૫૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦-૧૦ ના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ફરિયાદીનો દીકરો અફજલ બાઈક જીજે ૦૩ ઈએન ૨૩૯૯ લઈને સો ઓરડી શોભેશ્વર રોડ પરથી જતો હતો ત્યારે બાઈક જીજે ૦૮ ડીએન ૮૬૫૫ ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને ફરિયાદીના દીકરાના બાઈક સાથે સામેથી ભટકાડી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ફરિયાદીના દીકરા અફજલને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે


