રોહીશાળા ગામ નજીક મોટરસાયકલ વોકળામાં ડૂબી જતા બાઈક લેવા જતા યુવાન પાણીમાં તણાઈ જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારાના રોહીશાળા ગામે રહીને કામ કરતા જાલમસિંગ સુરસિંગ બામણીયા (ઉ.વ.૨૫) નામના યુવાને પોતાનું મોટરસાયકલ વોકળા પાસે રાખ્યું હતું અને વરસાદને કારણે વોકળામાં પાણી વધારે આવતા બાઈક વોકળામાં ડૂબી જતા મોટરસાયકલ લેવા જતા યુવાન વોકળાના પાણીમાં તણાઈ જતા પાણીમાં ડૂબી ગયો હતો જેથી ફાયર બ્રિગેડ ટીમે બહાર કાઢી બેભાન હાલતમાં ટંકારા સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે