R R Gujarat

મોરબીના રાજપર નજીક કારખાનામાં બેભાન હાલતમાં યુવાનનું મોત

મોરબીના રાજપર નજીક કારખાનામાં બેભાન હાલતમાં યુવાનનું મોત

 

રાજપર ગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતાં 31 વર્ષના યુવાન સૂતો હતો જેને જગાડતા બેભાન લાગતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ડોક્ટરે મરણ ગયેલ જાહેર કર્યો હતો

મૂળ બિહારના વતની અને હાલ રાજપર ગામની સીમમાં ગુરુકૃપા ટ્રેડિંગ કારખાનાની લેબર કોલોની શ્યામ ઇન્ડસ્ટ્રી કારખાનામાં રહીને કામ કરતાં અમરનાથ સુખદેવ તાતી (ઉ. વ.31) નામના યુવાન ગત તા. 17 ના રોજ કારખાનામાં કામ કરતી વખતે ઊલટી થતાં પોતાના રૂમે જઈને સૂઈ ગાયહો હતો અને સવારના જમવા અને મજૂરી જવા જગાડતા યુવાન જાગ્યો ના હતો બેભાન હાલતમાં લાગતાં 108 મારફત હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપસીને યુવાનને મરણ ગયેલ જાહેર કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે