જુના નાગડાવાસ ગામ નજીક ટ્રકના ટાયરનું પંચર કરાવ્યા બાદ ટાયરની લોખંડની રીંગ શરીરે લાગતા ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું
રાજસ્થાનના અજમેર જીલ્લાના વતની કાલુસિંહ તુલસાસિંહ રાવત (ઉ.વ.૨૬) નામના યુવાન ગત તા. ૦૯ ના રોજ મોરબીના જુના નાગડાવાસ ગામ નજીક બંસી હોટેલ ગ્રાઉન્ડમાં પંચરની દુકાને પંચર કરાવી ટ્રકનું ટાયર ટ્રકમાં ફીટ કરતા હતા ત્યારે ટાયર ફાટતા લોખંડ રીંગ શરીરે વાગતા ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
