તળાવિયા શનાળા ગામ નજીક બ્રિજનું કામ ચાલતું હોય જ્યાંથી ટ્રક લઈને જતાં યુવાનના ટ્રક પાછળ વીજળીનો તાર અડી જતાં યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને સારવારમાં યુવાનનું મોત થયું હતું
મોરબીના ઘુંટુ ગામના રહેવાસી હસમુખ જયંતીભાઈ સોલંકી નામના યુવાન પોતાનો ટ્રક લઈને તળાવિયા શનાળા બાયપાસ પાસે બ્રિજનું કામ ચાલે છે ત્યાંથી જતાં હતા ત્યારે ટ્રકની પાછળ વીજળીનો તાર અડી જતાં વિજશોક લાગતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જય ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયેલ જાહેર કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે