નવાગામની સીમમાં આવેલ કુવામાં કોઈ કારણોસર પડી જતા ૪૦ વર્ષીય યુવાનનું મોત થયું છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે
માળિયા (મી.) ના કોળીવાસના રહેવાસી ગોવિંદભાઈ અરજણભાઈ વાઘેલા (ઉ.વ.૪૦) નામના યુવાન ગત તા. ૧૫ ના રોજ માળિયા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કુવામાં કોઈ કારણોસર પડી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે માળિયા સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસે બનાવની નોંધ કરી યુવાને આપઘાત કર્યો છે કે અકસ્માતે કુવામાં પડી ગયો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે


