R R Gujarat

મોરબીના બરવાળા-લૂંટાવદર નજીક બંધ ડમ્પર પાછળ છકડો ઘુસી જતા યુવાનનું મોત

મોરબીના બરવાળા-લૂંટાવદર નજીક બંધ ડમ્પર પાછળ છકડો ઘુસી જતા યુવાનનું મોત


મોરબીના નવલખી રોડ પર બરવાળાથી લૂંટાવદર વચ્ચેના રોડ પર ડમ્પર ચાલકે બંધ ડમ્પર રોડ પર ઉભું રાખ્યું હતું જેની પાછળ છકડો રીક્ષા ઘુસી જતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


મોરબીના લીલાપર રોડ પર રહેતા રવિભાઈ માનસંગભાઈ હળવદીયાએ ડમ્પર જીજે ૩૬ ટી ૪૭૦૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭ જુનના રોજ ફરિયાદીના ભાઈ રાજુભાઈ માનસંગભાઈ હળવદીયા છકડો રીક્ષા જીજે ૦૩ એયુ ૫૦૩૪ લઈને નવલખી રોડ પર જતા હતા ત્યારે બરવાળાથી લૂંટાવદર ગામ વચ્ચે ડમ્પર ચાલકે પોતાનું બંધ ડમ્પર આડશ રાખ્યા વિના જોખમી રીતે ઉભું રાખ્યું હતું જેની પાછળ છકડો રીક્ષા અથડાઈ હતી જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ રાજુભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે