R R Gujarat

વાંકાનેરના રંગપર ગામે વાડીમાં સૂતેલા યુવાનને સાપ કરડી જતાં મોત

વાંકાનેરના રંગપર ગામે વાડીમાં સૂતેલા યુવાનને સાપ કરડી જતાં મોત

 

રંગપર ગામે આવેલ વાડીમાં 23 વર્ષનો યુવાન સૂતો હતો ત્યારે સાપ કરડી જતાં સારવાર માટે ખસેડાયો હતો અને યુવાનનું સારવારમાં મોત થયું હતું

મધ્યપ્રદેશના રહેવાસી હાલ રંગપર રહેતા માવજીભાઈ માનસિંગ કતીજા (ઉ. વ.23) નામનો યુવાન વાડીમાં સૂતો હતો ત્યારે સાપ કરડી જતાં વાંકાનેર સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો અને બાદમાં રાજકોટ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે