R R Gujarat

મોરબીના રફાળેશ્વર ગામે દારૂ પીવાની કુટેવ ધરાવતી મહિલાને ખાટલે દોરડાથી બાંધી હત્યા

મોરબીના રફાળેશ્વર ગામે દારૂ પીવાની કુટેવ ધરાવતી મહિલાને ખાટલે દોરડાથી બાંધી હત્યા


બે મહિલાઓ સહીત ચાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
રફાળેશ્વર ગામે મહિલા દારૂ પીને માથાકૂટ કરતી હોવાથી બે ભાણેજે અન્ય સાથે મળીને મહિલાને ખાટલામાં દોરડા વડે બાંધી માથામાં જીવલેણ ઈજાઓ કરી હત્યા નીપજાવી હતી મોરબી તાલુકા પોલીસે બે મહિલાઓ સહીત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા કાંતાબેન ગાંડુભાઈ સોલંકી નામના વૃદ્ધાએ આરોપીઓ હીના લક્ષ્મણ રાઠોડ, મનોજ ઉર્ફે મયુર રમેશ રાઠોડ, હુશેન ફિરોજ જુણેજા અને નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી લક્ષ્મીને દારૂ પીવાની ટેવ હતી અને દારૂ પીને અવારનવાર માથાકૂટ કરતી હતી જેથી કંટાળી જઈને હીના રાઠોડે લાકડી વડે માથામાં મારી તેમજ શરીરે ઈજા કરી હતી અને ફરિયાદીની દીકરી લક્ષ્મી તોફાન કરતો હોવાથી તેને બાંધવા માટે દોરડું આપતા હીના અને હુશેને લક્ષ્મીને ખાટલામાં સુવડાવી દોરડાથી બાંધી લાકડાના ધોકા માથામાં મારી હત્યા નીપજાવી હતી બનાવમાં ઉપયોગમાં લીધેલ દોરડું નર્મદાએ સળગાવી નાખી પુરાવાનો નાશ કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ચાર આરોપીઓ વિરુધ્ધ હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે