ખોટા રેકોર્ડ ઉભા કરનારા તત્કાલીન તલાટી, સર્કલ ઓફીસર, ડી.આઇ.એલ.આર. કચેરીના કર્મચારીઓ ભુમાફીયા બની ગયા?
પડતર રહેલી શ્રી સરકાર જમીનોને ૩૦ વર્ષ પછી ખોટા વાવેતરો,ખોટી ચરુર્દીશા દર્શાવી રીગ્રાન્ટ કરી મહેસુલ અધિકારીઓએ કર્યું કૌભાંડ
જમીન કૌભાંડોની રાજધાની મોરબી જીલ્લો અલગ વિભાજીત થયા પછી મોરબી શહેરની આસપાસના ગામોની પડતર જમીનોને રીગ્રાન્ટ કરીને વ્યાપક જમીન કૌભાંડો બહાર આવી રહ્યા છે,
મોરબી પાસેના ચાંચાપર ગામના સર્વે નંબર ૨૪૦ પૈ ના ૧૯૪૮ સમયથી ગૌચર જમીનોને ૧૯૬૯ માં સાથણી કરીને પછાત વર્ગના આસામીઓને નવી શરતની જમીનો ખેતી કરીને ગુજરાન ચલાવવા આપવામાં આવી હતી આ જમીનોની હિસ્સા માપણી ૧૯૭૫ માં કરી ત્યારે ફક્ત ૯ આસામીઓ પાસે ૩૭ એકર જમીન પડતર દર્શાવેલી હતી અન્ય કોઇ આસામીઓએ કબ્જો સંભાળેલો નહોતો કે આજ દિન સુધી કબ્જો કરી વાવેતર કરવામાં આવતુ ન હતુ.
ચાંચાપર ગામની મુળ ગૌચરની આશરે ૪૨૭ એકર જમીનોપૈકી ૯ જેટલા આસામીઓને હિસ્સા માપણી કરી કુલ ૩૭ એકર જમીનો પણ ફાળવણીના સમયથી ખેતી કરેલ ના હોવાથી પડતર હતી, તેથી ૧૯૮૫ માં તત્કાલીન નાયબ કલેકટરે નોટીસ આપીને કાર્યવાહી કરી જુન ૧૯૮૮ માં સાથણીમાં આપેલી જમીન ખાલસા કરી શ્રી સરકાર કરી હતી તેથી પડતર હોવાથી ગૌચર ઉપયોગ થતો હતો,
મહેસુલના નિષ્ણાતોએ જણાવ્યા મુજબ આ જમીનોના ૧૯૬૯ થી ૧૯૯૪ સુધીના જુના મુળ ૭/૧૨ ઉતારાઓમા જમીન પડતર નોંધાયેલ છે એટલે કે જમીન ઉપર ખેતી થયેલ નથી, તેથી જમીન પડતર રહેલ હતી. સાંથણીના આસામીઓ કેતેઓના વારસોનો ક્યારેય કોઇ હક હિસ્સોમાં દાવો કરેલ ન હતો. મામલતદાર અને પ્રાંત કચેરીના ૧૧ વર્ષથી મોરબીમાં સળંગ નોકરી કરતાં ભુમાફિયા તરીકે કુખ્યાત કર્મચારીઓ તત્કાલીન સર્કલ ઓફિસર અને શિરસ્તેદાર તથા ડીએલ આર કચેરીના અન્ય લોકો એ એકસંપ કરી ચાચાપર ગામની શ્રી સરકાર ગૌચર જમીનોનુ કૌભાંડ પાર પાડ્યું હતું, હકીકતથી વિપરિત ખોટા રોજકામ, રેકોર્ડમા ચેડાં કરવા, ક્ષેત્રફળના આંકડા બદલવાના, ખોટી માપણી શીટો તૈયાર કરવાના, મહેસુલ રેકોર્ડ બગાડીને ખેડૂત અરજદારો પાસેથી કરોડો રૂપિયા પડાવનારા આ કર્મચારીઓએ તત્કાલીન મામલતદારો, પ્રાંત અધિકારીઓ, અધિક કલેકટરો, કલેકટરો સાથે સાંઠગાંઠ કરીને ૧૦ વર્ષમાંજમીનો વેચાણ કરી કરોડોની સંપતિઓ ઉભી કરી છે,
કોઇપણ પ્રકારની સાથણીની ખેતીની જમીન કોઈપણ સાચા કારણ વિના સતત ૩ વર્ષથી વધુ સમય ખેડાણ વિના પડતર રહે તો તે જમીન ખાલસા કરવામાં આવે છે, તે પછી તરત ફરી માંગણી કરવી હોય તો ફરી એક સાલી શરતે આસામીઓને નવેસરથી સમય ગણીને જમીન વાવેતરની તક આપવામાં આવે છે સળંગ ૧૫ વર્ષ સુધી નિયમિત ખેતી વાવેતર થયાનુ મહેસુલ રેકોર્ડ ઉપર નોંધણી થયેલ હોય તેવી નવી શરતની જમીનોને ૨૦૦૨ અને ૨૦૦૬ ના સાથણી જમીનોના હતા પ્રકાર બદલવાના પરીપત્રો મુજબ જુની શરતમાં ફેરવી શકાય છે પરંતુ આ જમીનો આસામીઓને પોતાને બિનખેતી ઉપયોગ માટે પ્રિમયમપાત્ર છે નવી શરતની સરકારી સાથણી જમીનો જુની શરતની થયા પછી રાજ્ય સરકારની પરવાનગી વિના વેચાણપાત્ર નથી,
મોરબી ચાચાપરની ગૌચર પડતર જમીનો મહેસુલ દફતરની સાબિતી મુજબ રીગ્રાન્ટ થવા પાત્ર નથી, ૩૦ વર્ષથી શ્રી સરકાર છે અને સાથણી ફાળવણી સમયથી ખેડાણ થયેલ નથી પડતર છે મુળથી જ પડતર છે તેથી રીગ્રાન્ટ કરવાની બાબત ઉપસ્થિત થતી નથી, છતાં ફરજ પરના સર્કલ ઓફિસર અને શીરેસ્તેદારે ખોટા રોજકામ કરી, મામલદાર પ્રાંત અધિકારીને સામેલ રાખી કલેકટર પાસેથી જમીનો રીગ્રાન્ટ હુકમ કરાવી કરોડની જમીનોનું કૌભાંડ પાર પાડ્યું હોવાનું મહેસુલ સચિવશ્રીને રજુ કરીઅરજદારની ૧૩૦૦ પાનાના પુરાવાઓની ફરીયાદ અરજી દ્વારા જાહેર થતાં મોરબી જીલ્લામાં સનસનાટી પ્રસરી ગઇ છે. અને અરજદાર દ્વારા હાલે પણ જે પછત વર્ગના લોકોની જમીન શ્રી સરકાર છે. તેઓના હીતમાં ચાંચાપર ગામની સ.નં. ૨૪૦ પૈ ની જમીનમાં હાલે કોઇ જ સરકારી ગતિવિધી ન કરવા અને સ્ટે આપવા પણ માન.મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરેલ છે.
હવે એ જોવાનુ રહ્યુ કે આગળ આ કૌભાંડમાં સંકળાયેલા સરકારી અધિકારીઓ ઉપર તંત્ર શુ કાર્યવાહી કરશે ?