R R Gujarat

ટ્રાફિક સુરક્ષા તરફ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલનું અનોખું પગલુંઉમિયા સર્કલ ખાતે વિદ્યાર્થીઓની જનજાગૃતિ રેલી સાથે અનોખો સંદેશ

ટ્રાફિક સુરક્ષા તરફ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલનું અનોખું પગલુંઉમિયા સર્કલ ખાતે વિદ્યાર્થીઓની જનજાગૃતિ રેલી સાથે અનોખો સંદેશ

મોરબી : ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ, મોરબી દ્વારા સોમવાર, તા. 11 ઓગસ્ટ 2025ના રોજ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 8 થી 12ના 100 થી વધુ વિદ્યાર્થીઓએ ઉમિયા સર્કલ અને રવાપર સર્કલ ખાતે ટ્રાફિક જનજાગૃતિ રેલી યોજી અને શહેરજનોને “ટ્રાફિક નિયમોનું પાલન – સુરક્ષિત જીવન” નો સંદેશ આપ્યો.

વિદ્યાર્થીઓએ આકર્ષક પોસ્ટર્સ, બેનર્સ તથા સ્પષ્ટ સંદેશાઓ દ્વારા ટ્રાફિક સિગ્નલ્સનું પાલન, પેડેસ્ટ્રિયન સુરક્ષા, હેલ્મેટ અને સીટબેલ્ટનો અનિવાર્ય ઉપયોગ તથા સલામત ડ્રાઇવિંગના ફાયદા અંગે જનજાગૃતિ ફેલાવી. નિયમોનું પાલન કરતા વાહનચાલકોને ફૂલ ભેટ કરી તેમના સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને મોરબી ટ્રાફિક પોલીસ વિભાગનો સક્રિય સહયોગ મળ્યો હતો. લગભગ દોઢ કલાક ચાલેલા આ અભિયાનમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિદ્યાર્થીઓની પ્રશંસા કરી.

ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના સંચાલકે જણાવ્યું કે — “નાનું પગલું, મોટો બદલાવ – સુરક્ષિત શહેર તરફ” — જેવા કાર્યક્રમો માં ભાગ લઈ ને વિદ્યાર્થીઓ સમાજ પ્રત્યે પોતાની ફરજ પૂરી કરવાની ભાવના વિકસાવે અને શહેરમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે. એ માટે ની આ પહેલ છે.