R R Gujarat

મોરબીના બેલા આમરણ રોડ પર ટ્રક પલ્ટી મારી ગયો, એકનું મોત થયું

મોરબીના બેલા આમરણ રોડ પર ટ્રક પલ્ટી મારી ગયો, એકનું મોત થયું

 

બેલા આમરણ રોડ પર ચણા ભરેલ ટ્રક પલટી મારી ગયો હતો જે અકસ્માતમાં ટ્રકમાં પાછળ બેસેલ એક આધેડનું મોત થયું હતું અને અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી છે પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબીના બેલા (આમરણ) ગામે રહેતા વલીમામદ ઉમર જામે ટ્રક જીજે 14 જેડ 5777 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગત તા. 05 ના રોજ સવારના આરોપી પોતાની ચણા ભરેલ ટ્રક લઈને એક જગ્યાથી બીજી જગ્યાએ જતાં હતા ત્યારે ફરિયાદીના ભાઈ કાદર ઉમર જામને પાછળ બેસાડી તેમજ સમીર અને અમિતને ટ્રકની કેબિનમાં બેસાડી જતાં હતા ત્યારે આમરણ ગોલાઈ પાસે ટ્રક પલટી મારી જતાં ફરિયાદીના ભાઈ કાદર જામ ચણાની ગુણીઓ નીચે દબાઈ જતાં મોત થયું હતું અને સમીરને ઇજા પહોંચી હતી ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો