R R Gujarat

મોરબીના નાગડાવાસના પાટિયા નજીકથી ટ્રેઇલરમાં દારૂ-બીયરનો જથ્થો લઇ જતો ટ્રક ચાલક ઝડપાયો

મોરબીના નાગડાવાસના પાટિયા નજીકથી ટ્રેઇલરમાં દારૂ-બીયરનો જથ્થો લઇ જતો ટ્રક ચાલક ઝડપાયો


નાગડાવાસ ગામના પાટિયા નજીકથી ટ્રક ટ્રેઇલરમાંથી ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલ અને ૧૪૪ બીયરના ટીનનો જથ્થો મળી આવતા પોલીસે વાહન સહીત ૧૧.૨૪ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી-માળિયા હાઇવે પર નાગડાવાસ ગામના પાટિયા પાસેથી ટ્રક ટ્રેઇલર આરજે ૫૨ જીએ ૯૩૫૪ વાળાને આંતરી તલાશી લેતા ટ્રકમાંથી દારૂની ૪૮ બોટલ અને બીયરના ૧૪૪ ટીનનો જથ્થો મળી આવતા દારૂ-બીયર કીમત રૂ ૧,૧૪,૭૨૦, મોબાઈલ કીમત ૧૦,૦૦૦ અને ટ્રક સહીત કુલ રૂ ૧૧,૨૪,૭૨૯ નો મુદામાલ જપ્ત કરી આરોપી સાજનસિંગ ઉર્ફે કાળુંસિંગ રોડાસિંગ કાઠાત રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે