R R Gujarat

મોરબી જિલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઈવમાં કુલ 802 વાહનો ચેક, 57 હજાર દંડ 

મોરબી જિલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઈવમાં કુલ 802 વાહનો ચેક, 57 હજાર દંડ 

 

મોરબી જિલ્લા પોલીસ દ્વારા વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા અને ટ્રાફિક નિયમોની યોગ્ય અમલવારી થાય તેવા હેતુથી તા. 14 થી 16 સુધી હાઇવે પર રોંગ સાઈડ ચાલતા ભારે વાહન ચેકિંગ ડ્રાઈવ યોજી હતી

જે વાહન ચેકિંગમાં કુલ 802 વાહનો ચેક કર્યા હતા હાઇવે પર રોંગ સાઈડમાં ભારે વાહન ચલાવનાર 18 સામે કેસ કરી કુલ રૂ 57 હજાર દંડ વસૂલ કર્યો છે નંબર પ્લેટ વગરના વાહનચાલકો સામે 15 કેસ, તાલપત્રી ના લગાવી હોય તેવા વાહનચાલકો સામે 21 કેસો કર્યા હતા તેમજ રોંગ સાઈડ અને ફૂલ સ્પીડમાં જતાં 20 વાહનચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અડચણરૂપ પાર્ક કરેલ 33 વાહનચાલકો સામે ફરિયાદ નોંધી છે અને 16 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે