R R Gujarat

માળિયા ભીમસર ચોકડી પાસે ડમ્પરમાંથી ૪૩૨૦ બોટલ દારૂ-૨૫૬૮ બીયરના ટીનનો જથ્થો ઝડપાયો

માળિયા ભીમસર ચોકડી પાસે ડમ્પરમાંથી ૪૩૨૦ બોટલ દારૂ-૨૫૬૮ બીયરના ટીનનો જથ્થો ઝડપાયો


દારૂ-બીયર અને ડમ્પર સહીત ૨૫.૯૩ લાખનો મુદામાલ જપ્ત કરતી એલસીબી


માળિયા ભીમસર ચોકડી પાસે રોડ પરથી ડમ્પરના ઠાઠામાં પતરા અને તાલપત્રીની આડમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો એલસીબી ટીમે ઝડપી લીધો હતો ડમ્પરમાંથી એલસીબી ટીમે ૪૩૨૦ બોટલ દારૂ અને ૨૫૬૮ બીયરના ટીન સહીત ૧૦.૮૩ લાખનો દારૂ અને બીયરનો જથ્થો તેમજ ડમ્પર સહીત ૨૫.૯૩ લાખના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે


મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તરફથી માળિયા એક ડમ્પર જીજે ૩૬ વી ૫૦૦૩ આવતું હોય જેના ઠાઠામાં પતરા અને તાલપત્રીની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમી મળી હતી જેથી ટીમે માળિયા ભીમસર ચોકડી નજીક ઓવરબ્રિજ સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી અને ડમ્પર પસાર થતા રોકીને ચેક કર્યું હતું ડમ્પરમાંથી વ્હીસ્કી ૧૮૦ મિલીના ૪૩૨૦ ચપલા કીમત રૂ ૫,૧૮,૪૦૦ તેમજ બીયરના ૨૫૬૮ ટીન કીમત રૂ ૫,૬૪,૯૬૦ મળી આવ્યા હતા જેથી એલસીબી ટીમે દારૂ અને બીયરનો જથ્થો તેમજ ડમ્પર કીમત રૂ ૧૫ લાખ અને બે મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર સહીત કુલ રૂ ૨૫,૯૩,૩૬૦ નો મુદામાલ જપ્ત કર્યો છે પોલીએ આરોપી ડમ્પર ચાલક ચુનીલાલ અમેદારામ હુડા રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે તેમજ માલ મોકલનાર આરોપી વિજય જેન્તીભાઈ પટેલ રહે દેવળિયા તા. હળવદ વાળાનું નામ ખુલતા માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે