ઢવાણા ગામના પાટિયા પાસે ગત તા. 03 ના રોજ ખેડૂતને ભરમાવી 1.22 લાખની રોકડ રકમની લૂંટ કરી બે ઇસમો નાસી ગયા હતા જે બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતા અરજણભાઇ રણછોડભાઈ કાચરોલા (ઉ. વ.50) વાળાએ અજાણ્યા બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 03 જૂનના રોજ ફરિયાદી પોતાની ઉપજના રોકડ રૂપીયા લઈને બાઇક લઈને જતાં હતા ત્યારે ઢવાણા ગામના પાટિયા પાસે કારમાં આવેલ ઇસમે સાધુને પગે લાગવાનું કહીને પગે લાગતાં હતા ત્યારે પાકીટ જેમાં રૂ 10 હજાર અને યાર્ડમાં વેચેલ ઉપજના રૂ 1.12 લાખ મળી કુલ રૂ 1.22 લઈને નાસી ગયા હતા હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે