હળવદ તાલુકાના ઈશનપુર ગામ નજીક સ્વીફ્ટ કારમાંથી પોલીસે ૧.૪૪ લાખની કિમતનો દારૂ અને બીયરનો જથ્થો ઝડપી લઈને કાર અને મોબાઈલ સહીત ૪.૯૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીમને બાતમી મળી હતી કે જુના ઈશનપુર ગામે એક સ્વીફ્ટ કારમાં દારૂ અને બીયરનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્વીફ્ટ કાર જીજે ૦૧ આરબી ૦૫૬૫ વાલીની તલાશી લેતા કારમાંથી દારૂની ૨૪ બોટલ અને બીયરના ૨૫૧ ટીન મળીને કુલ રૂ ૧,૪૪,૬૮૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ-બીયરનો જથ્થો, કાર કીમત રૂ 3 લાખ અને મોબાઈલ કીમત રૂ ૫૦ હજાર સહીત કુલ રૂ ૪,૯૪,૬૮૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી અંકિત નરેન્દ્રભાઈ રામાવત રહે હળવદ વાસુદેવનગર સોસાયટી વાળાનું નામ ખુલતા ટીમે વધુ તપાસ ચલાવી છે
