R R Gujarat

વાંકાનેરના તીથવા ગામે નાલા પાસેથી દારૂનો જથ્થો-બાઈક સાથે બે ઝડપાયા

વાંકાનેરના તીથવા ગામે નાલા પાસેથી દારૂનો જથ્થો-બાઈક સાથે બે ઝડપાયા


તીથવા ગામની સીમમાં નાલા પાસેથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૬૯ બોટલ અને બાઈક સહીત ૬૯ હજારનો મુદામાલ જપ્ત કરી બે ઇસમોને ઝડપી લીધા છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન તીથવા ગામે કુબા વિસ્તાર જવાના રસ્તે નાલા પાસે બાતમીને આધારે રેડ કરી હતી સ્થળ પરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૬૯ મળી આવતા પોલીસે ૨૯ હજારનો દારૂનો જથ્થો અને બાઈક જીજે ૩૬ એજી ૧૨૫૪ કીમત રૂ ૪૦ હજાર મળીને કુલ રૂ ૬૯,૦૧૬ નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આરોપી નિમેશ ભરત વીરસોડીયા અને ભરત રામજી વીરસોડીયાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે