તીથવા ગામમાં બે જુથ વચ્ચે ડખ્ખો થયો હતો માટીના ડમ્પરના ફેરાનો ધંધો કરતાં હોવાથી તીથવામાં માટીના ડમ્પર નહીં નાખવા આરોપીઓએ ધોકા અને પાઇપ વડે માર મારી ઇજા કરી હતી
વાંકાનેર તાલુકાના તીથવા ગામના સહદેવભાઈ સાદુરભાઈ ફાંગલિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ કમલેશભાઇ માટીના ડમ્પરના ફેરા નાખવાનો ધંધો કરે છે જેથી આરોપી ભરત બાંભવાએ તીથવામાં માટીના ડમ્પર નહીં નાખવા સમજાવતા આરોપીઓ ભરત હીરા બાંભવા, છગન હીરા બાંભવા, મોના હીરા બાંભવા અને અજાણ્યો ઈસમ રહે બધા વાંકાનેર વાળએ ફરિયાદીના ભાઈ કમલેશને ધોકા અને પાઇપ વડે માર મારી તેમજ નિકુલભાઈએ માર નહીં મારવાનું કહેતા તેને પણ લાકડાના ધોકા વડે મારી તેમજ ફરિયાદી સહદેવને માથામાં લાકડાના ધોકા વડે ઇજા કરી હતી
જે બનાવ મામલે વળતી પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં સામાપક્ષે ફરિયાદી ભરત હીરા બાંભવાએ આરોપીઓ કમલેશ સાદુર ફાંગલિયા, નિકુલ સાદુર ફાંગલિયા, સહદેવ સાદૂર ફાંગલઈયા અને કમલેશનો ભાઈ રહે બધા તીથવા વાળ વિરુદ્ધહ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી માટીના ડમ્પર ફેરા કરતાં હોય અને આરોપી કમલેશ પણ માટીના ડમ્પર ચલાવતો હતો જેથી તીથવા ગામમાં માટીના ફેરા નહીં કરવાનું કહેતા ફરિયાદીના ડ્રાઈવર ડમ્પર લઈ ફેરો કરવા ગયો હતો જેથી મોનભાઈ અને છગનભાઇ જતાં આરોપીઓ કમલેશ, નિકુલ અને સહદેવ ગાળો આપી ઉશ્કેરાઈ જઈને ધોકા વડે માર મારી બલેનો ગાડીમાં આવી કમલેશના ભાઈએ માર મારી ફ્રેકચર જેવી ઇજા કરી હતી વાંકાનેર તાલુકા પોલીસ બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે