R R Gujarat

મોરબી-રાજકોટ હાઈવે પર કારની ઠોકરે રાહદારી યુવાનને ઈજા

મોરબી-રાજકોટ હાઈવે પર કારની ઠોકરે રાહદારી યુવાનને ઈજા


મોરબી રાજકોટ હાઈવે પરથી યુવાન પગપાળા ચાલીને જતો હતો ત્યારે કાર ચાલકે યુવાનને ટક્કર મારતા પથા અને હાથ પગમાં તેમજ શરીરે ઈજા પહોંચી હતી અકસ્માત બાદ કાર ચાલક વાહન લઈને નાસી ગયો હતો
મોરબીના રવાપર રોડ પર રહેતા રમેશભાઈ રમણીકભાઈ સનાળિયા (ઉ.વ.૨૫) નામના યુવાને હોન્ડા સીટી કાર જીજે ૦૩ જેએલ ૮૦૦૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી રમેશભાઈ મોરબી રાજકોટ હાઈવે પર સિદ્ધિ વિનાયક ટોયોટા શો રૂમ પાસે પગપાળા ચાલીને જતો હતો ત્યારે કાર ચાલકે યુવાનને ટક્કર મારી માથામાં, હાથ-પગમાં અને શરીરે ઈજા કરી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે