પીપળીયા ચાર રસ્તા નજીકથી યુવાન અને તેના મોટીબા પગપાળા ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યાર ટ્રેઇલર ચાલકે વૃદ્ધાને ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
માળિયા (મી.) કુંભાર શેરીમાં રહેતા રામભાઈ જીવણભાઈ બહોરીયા (ઉ.વ.૨૧) નામના યુવાને ટ્રક ટ્રેઇલર યુપી ૭૮ ડીએન ૧૦૫૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮-૦૮ ના રોજ ફરિયાદી રામભાઈ અને તેના મોટીબા મણીબેન ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે પીપળીયા ચાર રસ્તા નજીક ટ્રેઇલર ચાલકે પુરઝડપે ચલાવી મણીબેનને ઠોકર મારી હતી અકસ્માતમાં માથાના અને મોઢા તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધાનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
