R R Gujarat

મોરબીની આશા પાર્ક સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલું બાઇક ચોરાયું

મોરબીની આશા પાર્ક સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલું બાઇક ચોરાયું

 

શહેરના કન્યા છાત્રાલય રોડ પર આશા પાર્ક સોસાયટી પાછળ ઘર પાસે પાર્ક કરેલું બાઇક અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હોવાથી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આશા પાર્ક સોસાયટી પાછળ રાધા પાર્ક 2 બ્લોક નં 3 માં રહેતા અમિતભાઈ મોહનભાઇ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 25 એપ્રિલના રોજ રાત્રીથી સવારના સમય સુધી ફરિયાદી પોતાનું બાઇક જીજે 11 એન 7009 કિમત રૂ 30 હજાર વાળું ઘર પાસે પાર્ક કરેલ હતું જે અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો છે મોરબી સિટી એ ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે