મોરબીના નવી પીપળી ગામમાં રહેતા ઇસમન મકાનમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરી હેરાફેરી માટે ઉપયોગ કરેલ ગાડી સહિત કુલ રૂ 10.51 લાખનો મુદામાલ કબજે લીધો હતો અને આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે નવી પીપળી ગામે ૐ પાર્કમાં રહેતા સંદીપ કાલરીયાના મકાનમાં રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટરલ નંગ 131 અને બીયર ટીન નંગ 96 સહિત રૂ 2.51.340 નો જથ્થો મળી આવ્યો હતો તેમજ દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરેલ ગાડી કિમત રૂ 8 લાખ સહિત કુલ રૂ 10,51,340 નો મુદામાલ જપ્ત કરી આરોપી સંદીપ રમેશ કાલરીયાને જડપી લઈને વધુ તપાસ ચલાવી છે