R R Gujarat

મોરબીના કેરાળા ગામે કારખાનાની લેબર કોલોનીમાં લોડરના ટાયરમાં આવી જતા સગીરનું મોત

મોરબીના કેરાળા ગામે કારખાનાની લેબર કોલોનીમાં લોડરના ટાયરમાં આવી જતા સગીરનું મોત


કેરાળા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કોલોની પાસે ૧૭ વર્ષનો સગીર લોડરના ટાયરમાં આવી જતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કેરાળા (હરીપર) ગામની સીમમાં આવેલ સ્પીરોન કલે LLP લેબર કોલોનીમાં રહેતા વિશાલ પાલ દિલીપ પાલ (ઉ.વ.૧૭) નામનો સગીર ગત તા. ૨૯-૦૭ ના રોજ કારખાનાની લેબર કોલોની પાસે હતો ત્યારે ટ્રેક્ટર લોડર જીજે ૩૬ એસ ૩૦૨૧ ના ટાયરમાં ચાલુ કામ દરમિયાન આવી જતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે