રંગપર ગામની સીમમાં તળાવ પાસેથી પોલીસે ૩૦૦ લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે રંગપર ગામની સીમમાં તળાવ પાસે બાવળની કાંટમાં રેડ કરી હતી સ્થળ પરથી દેશી દારૂ ૩૦૦ લીટર કીમત રૂ ૬૦ હજારનો જથ્થો મળી આવતા દેશી દારૂનો જથ્થો કબજે લઈને આરોપી હકુબેન સુરાભાઇ ઉર્ફે સુર્યાભાઈ હીરાભાઈ માથાસુરીયાને ઝડપી લીધા છે માલ આપનાર સુરાભાઇ ઉર્ફે સુર્યા હીરા માથાસુરીયાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે
