R R Gujarat

માળિયાના અંજીયાસર ગામની સીમમાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, ૧.૧૫ લાખનો મુદામાલ જપ્ત

માળિયાના અંજીયાસર ગામની સીમમાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, ૧.૧૫ લાખનો મુદામાલ જપ્ત


અંજીયાસર ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર રેડ કરી એલસીબી ટીમે ૪૦૦ લીટર દેશી દારૂ, ૧૪૦૦ લીટર આથો સહીત ૧.૧૫ લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અંજીયાસર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી પોલીસે ૪૦૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૮૦,૦૦૦ અને ૧૪૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો કીમત રૂ ૩૫ હજાર સહીત કુલ રૂ ૧,૧૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી મહમદ હનીફ કાદર ભટ્ટી રહે માળિયા (મી.) દરબારગઢ પાછળ વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે