દારૂ-બીયર અને કાર સહીત ૮,૯૧,૪૪૦ નો મુદામાલ જપ્ત
માળિયા પોલીસ ટીમ વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કામગીરી કરતી હોય ત્યારે હરીપર નજીક પોલીસને જોઇને કાર ચાલક કાર મૂકી નાસી ગયો હતો જે કારની તલાશી લેતા દારૂની ૨૪૨ બોટલ અને બીયરના ૫૫૨ ટીનનો જથ્થો મળી આવતા દારૂ-બીયર, મોબાઈલ અને કાર સહીત કુલ રૂ ૮,૯૧,૪૪૦ નો જથ્થો જપ્ત કર્યો છે
ગ્રામ પંચાયત ચુંટણી સંદર્ભે માળિયા (મી.) પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તરફથી કે ક્રેટા કાર જીજે ૦૯ બીએન ૩૦૨૧ વાળીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી કચ્છ તરફ જવાની બાતમી મળતા હરીપર ગામના બ્રીજ ઉતરવાના રસ્તા પાસે પોલીસે વાહનો બ્લોક કરી વાહન ચેકિંગ કામગીરી શરુ કરી હતી ત્યારે પોલીસને જોઇને કાર મૂકી ચાલક નાસી ગયો હતો જે કારમાંથી દારૂની નાની મોટી બોટલ નંગ ૨૪૨ કીમત રૂ ૨,૬૫,૦૦૦ અને બીયરના ટીન ૫૫૨ કીમત રૂ ૧,૨૧,૪૪૦ , એક મોબાઈલ અને કાર શીત કુલ રૂ ૮,૯૧,૪૪૦ નો મુદામાલ કબજે લીધો છે આરોપી કાર ચાલક નાસી ગયો હતો જેથી માળિયા પોલીસમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે