R R Gujarat

મોરબીના શાક માર્કેટ નજીક વાતચીત ના કરતી પૂર્વ પ્રેમિકાને છરી દેખાડી ધમકી આપી

મોરબીના શાક માર્કેટ નજીક વાતચીત ના કરતી પૂર્વ પ્રેમિકાને છરી દેખાડી ધમકી આપી


મોરબીની શાક માર્કેટ પાસે અગાઉ યુવતી સાથે પ્રેમસંબંધ હોય અને યુવતી વાતચીત કરતી ના હોવાથી આરોપી યુવાને ગાળો બોલી ધમકી આપી છરી દેખાડી હોવાની યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
મોરબીના લીલાપર રોડ પર રહેતી શર્મીબેન અય્હુબભાઈ મહમદહુશેન સિપાઈ (ઉ.વ.૨૮) નામની યુવતીએ આરોપી તૌફીક ગુલામહુશેન સુમરા રહે વિસીપરા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની સાથે આરોપીને અગાઉ પ્રેમસંબંધ હતો અને ફરિયાદી શર્મીબેન વાતચીત કરતા ના હોય અને બોલાવતા ના હોય જેથી આરોપી તૌફિકે શાક માર્કેટથી નગર દરવાજા તરફ જતા રોડ પર ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છરી દેખાડી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે