વિરપર ગામથી ભીમગુડા જવાના રસ્તે ખરાબામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી જડપી લઈને પોલીસે સ્થળ પરથી 26 હજારનો મુદામાલ કબજે લીધો છે અને એક આરોપીને જડપી લીધો છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વિરપરથી ભીમગુડા જવાન રસ્તે રેડ કરી હતી જ્યાં ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી સ્થળ પરથી પોલીસે 100 લિટર ગરમ આથો, 400 લિટર ઠંડો આથો, 40 લિટર દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ 26,000 નો મુદામાલ જપ્ત કરી આરોપી ડાયા મનજી વીંજવાડિયાને જડપી લીધો હતો અન્ય આરોપી ભુદર ચોથાભાઈ ડાંગરોંચા રહે વિરપર વાંકાનેર વાળાનૂ નામ ખૂલતાં વધુ તપાસ ચલાવી છે