R R Gujarat

માળિયામાં ગૌહત્યાના ગુનામાં સંડોવાયેલ બે ઇસમો સામે પાસા કાર્યવાહી

માળિયામાં ગૌહત્યાના ગુનામાં સંડોવાયેલ બે ઇસમો સામે પાસા કાર્યવાહી


માળિયામાં ગૌવંશની હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને માળિયા પોલીસે પાસા એક્ટ તળે ઝડપી લઈને જેલહવાલે કર્યા છે


માળિયા પોલીસ મથકમાં ગૌવંશ હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા બંને ઈસમો વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જે પાસા વોરંટની બજવણી કરતા માળિયા પોલીસ ટીમે સામાવાળા અયુબ જાનમામદ મોવર અને
ફિરોઝ મહેબૂબ કટીયાને જેલમાં ધકેલી દીધા છે જેમાં આરોપી અયુબ મોવર મધ્યસ્થ જેલ સુરત અને આરોપી ફિરોજ મહેબુબ કટિયાને ભાવનગર જીલ્લા જેલ મોકલી દેવામાં આવ્યા છે