R R Gujarat

મોરબીમાં સોશ્યલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરનાર બે વિરુદ્ધ ગુનો

મોરબીમાં સોશ્યલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરનાર બે વિરુદ્ધ ગુનો


સોશ્યલ મીડિયામાં ધર્મનો પ્રચાર પણ થતો હોય છે અને બીજાના ધર્મને હાની પહોંચાડવાના કૃત્ય તેમજ અન્ય ધર્મને નીચે દેખાડવા અને બે સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી કોમેન્ટ કરીને વિવાદો પણ ઉભા કરવામાં આવતા હોય છે તાજેતરમાં સોશ્યલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરી બે કોમ વચ્ચે સુલેહભંગ થાય તેવું કૃત્ય કરનાર બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના બોરીચાવાસ લીલાપર રોડના રહેવાસી કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજાએ ઈન્સ્ટાગ્રામ આઈડી sp-samir-47 વાળો અજાણ્યો ઇસમ અને ઈન્સ્ટાગ્રામ આઈડી s4hidz વાળો અજાણ્યો ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બંને આરોપીઓએ ધર્મની લાગણી દુભાય તેવી રીતે મોબાઈલમાં રહેલા ઈન્સ્ટાગ્રામમાંથી કોમેન્ટ ગાળો લખીને બે ધર્મના લોકો વચ્ચે સુલેહભંગ થાય અને ધિક્કારની લાગણી ફેલાય તેવી કોમેન્ટ કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે