જુના મોડપર ગામે સ્મશાન પાસે વોકળામાંથી દેશી દારૂની ભઠ્ઠીના સાધનો સહીત પોલીસે ૨૯,૭૫૦ નો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે
મોરબી તાલુકા પોલીસ ટીમે જુના મોડપર ગામના સ્મશાન પાસે રેડ કરી હતી વોકળામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી પોલીસે ગેસનો ચૂલો, ગેસનો બાટલો, દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ૧૦૦૦ લીટર અને દેશી દારૂ ૪૦ લીટર મળીને કુલ રૂ ૨૯,૭૫૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી અક્ષય વિનુભાઈ સોલંકી રહે મોડપર તા. મોરબી વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે


