માળિયા (મી.) તાલુકાના ગુલાબડી જવાના રસ્તે અછ્લા વાંઢની બાજુમાં બાવળની કાંટમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને પોલીસે આથો, દેશી દારૂ અને અન્ય સાધનો સહીત કુલ રૂ ૪૭,૬૫૦ નો મુદામાલ કબજે લીધો છે
માળિયા પોલીસે બાતમીને આધારે ગુલાબડી જવાના રસ્તે રેડ કરી હતી પોલીસને જોઇને આરોપી સલીમ ઉર્ફે બાડો રહે વાડા વિસ્તાર માળિયા વાળો નાસી ગયો હતો માળિયા પોલીસે સ્થળ પરથી ગરમ આથો ૧૦૦ લીટર કીમત રૂ ૨૫૦૦, ઠંડો આથો ૧૦૦૦ લીટર કીમત રૂ ૨૫,૦૦૦ દેશી દારૂ ૧૦૦ લીટર કીમત રૂ ૨૦,૦૦૦ અન્ય સાધનો સહીત કુલ રૂ ૪૭,૬૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી સલીમ ઉર્ફે બાડો નાસી ગયો હતો જેથી વધુ તપાસ ચલાવી છે


