સોખડા ગામ નજીક ઘેટા પસાર થતા હોવાથી એસટી બસ ઉભી રાખી હતી ત્યારે પાછળ આવતા ટ્રક કન્ટેનર ચાલકે એસટીને પાછળ ટક્કર મારી હતી એસટીને પાછળથી ઠોકર લાગતા એસટી આગળ ઉભેલા કન્ટેનરમાં અથડાતા નુકશાન થયું હતું
મોરબીના નાગડાવાસ ગામના રહેવાસી અમુભાઈ રાણાભાઇ ધ્રાંગાએ ટ્રક કન્ટેનર જીજે ૩૯ ટી ૧૪૬૨ ના ચાલક પુખરાજ ગોમાંરમ ચૌધરી રહે બાડમેર રાજસ્થાન વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાની એસટી બસ જીજે ૧૮ ઝેડ ૬૬૯૮ લઈને મોરબી માળિયા નેશનલ હાઇવે પરથી જતા હતા અને સોખડા ગામના પાટિયા નજીક ઘેટા પસાર થતા આગળ ટ્રક કન્ટેનર ઉભું હતું અને ફરિયાદીએ પોતાની એસટી બસ ઉભી રાખી હતી ત્યારે ટ્રક કન્ટેનર જીજે ૩૯ ટી ૧૪૬૨ ના ચાલકે ટ્રકમાં બ્રેક ના મારતા એસટી બસ પાછળ ઠોકર મારી હતી જે અકસ્માતને કારણે એસટી બસ આગળ ઉભેલા કન્ટેનરમાં અથડાતા એસટી બસમાં આગળના ભાગે અને પાછળના ભાગે મોટી નુકશાની કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
