વાંકાનેરના વિસીપરામાં ઝઘડો થયા બાદ સમાધાન થયું હતું અને બાદમાં અહિયાં કેમ ભેગા થયા છો કહીને ચાર ઇસમોએ મારામારી કરી છરીના આડેધડ ઘા મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
વાંકાનેરના વિસીપરામાં રહેતા સોહિલ મેહબૂબ કટિયાએ આરોપીઓ રમેશ રબારી, સાગર રમેશ રબારી, બંસી રમેશ રબારી અને પીન્ટુ ઉર્ફે ઠુઠો કોળી રહે બધા વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭ ઓગસ્ટના રોજ ફરિયાદી અને અહેમદભાઈ તથા ઋતુરાજસિંહ દરબાર વચ્ચે ઝઘડો થયો હતો જેનું સમાધાન કરવા ગયા હતા અને સમાધાન થઇ ગયું હતું ત્યારે આરોપીઓએ વિસીપરા સ્મશાન રોડ પર આવી અહિયાં કેમ ભેગા થયા છો કહીને ફરિયાદી સોહિલ તેમજ અહેમદ અને ઋતુરાજસિંહ દરબારને પેટ અને હાથની કોણી પાસે છરીના આડેધડ ઘા મારી ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
