પંચાસર રોડ પર નવાપરાના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૬૦ બોટલ અને મોબાઈલ સહીત ૭૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ માં હોય દરમિયાન નવાપરા પંચાસર રોડ પર પંચવટી સોસાયટીમાં આરોપી જીગ્નેશ ઘનશ્યામ મકવાણાના મકાનમાં રેડ કરી હતી આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૬૦ બોટલ કીમત રૂ ૬૬ હજારનો જથ્થો મળી આવતા દારૂ અને મોબાઈલ કીમત રૂ ૫ હજાર સહીત કુલ રૂ ૭૧,૦૦૦ નો જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
