R R Gujarat

માળિયા ફાટક પુલ પાસે ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત

માળિયા ફાટક પુલ પાસે ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત


માળિયા ફાટક પાસે નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ઉત્તરપ્રદેશના વતની રજતભાઈ શ્યામસિંહ યાદવે ટ્રક આરજે ૧૯ જીડી ૭૬૪૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫-૦૭ ના રોજ ફરિયાદીના ભાઈ ઈશુભાઈ શ્યામસિંહ પોતાનું બાઈક જીજે ૩૬ એજી ૩૨૩૦ લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પરથી જતો હતો અને મોરબી પાસે માળિયા ફાટક પુલ ઉતરતા શિવ કોમ્પ્લેક્ષ સામે ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી ફરિયાદીના ભાઈના બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ઈશુભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે