મોરબી કંડલા નેશનલ હાઈવે પર સિરામિક સીટી પાસે ટ્રક ચાલકે ટ્રેક બદલી બ્રેક મારતા બાઈક ટ્રક કન્ટેનર પાછળ અથડાયું હતું જે બનાવમાં બાઈક ચાલક આધેડનું મોત થયું હતું અને ટ્રક કન્ટેનર ચાલક નાસી ગયો હતો
મોરબીના વિશીપરા ચાર ગોદામ પાસે રહેતા ગેલાભાઈ ગોરધનભાઈ મકવાણા (ઉ.વ.૨૪) નામના યુવાને ટ્રક કન્ટેનર જીજે ૩૯ ટી ૧૫૯૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩ ના રોજ ફરિયાદીના પિતા ગોરધનભાઈ મકવાણા પોતાનું બાઈક જીજે ૦૧ ડીયુ ૫૦૯૬ લઈને કંડલા નેશનલ હાઈવે સિરામિક સીટી પાસે મેલડી માતાજી મંદિર સામેથી જતા હતા ત્યારે ટ્રક કન્ટેનર ચાલકે નેશનલ હાઈવે પર કોઈ સિગ્નલ આપ્યા વિના રસ્તા પર ટ્રેક બદલી બ્રેક મારી હતી જેથી ફરિયાદીના પિતાનું બાઈક ટ્રક પાછળ અથડાયું હતું અકસ્માતમાં બાઈક ચાલક ગોરધનભાઈ મકવાણાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ ટ્રક કન્ટેનર ચાલક નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


