R R Gujarat

મોરબીના જૂના ઘુંટુ રોડ પર કન્ટેનરની ઠોકરે સાયકલ સવાર વૃદ્ધનું મોત

મોરબીના જૂના ઘુંટુ રોડ પર કન્ટેનરની ઠોકરે સાયકલ સવાર વૃદ્ધનું મોત

 

જૂના ઘુંટુ રોડ પર કન્ટેનર ચાલકે પુરજડપે ચલાવી સાયકલને હડફેટે લેતા સાયકલ સવાર વૃદ્ધ પાછળના જોટામાં આવી જતાં ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું બી ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબી કામધેનુ પાર્ટી પ્લોટ પાસે પચીસ વારિયામાં રહેતા દિનેશ નથુભાઈ સોલંકી (ઉ. વ.44) વાળાએ કન્ટેનર જીજે 12 એટી 8382 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 04 ન રોજ ફરિયાદીના પિતાજી નથુભાઈ ભનાભાઈ સોલંકી (ઉ.વ.60) વાળા સાયકલ લઈને જૂના ઘુંટુ રોડ પરથી જતાં હતા ત્યારે કન્ટેનર ચાલકે ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીના પિતાને સાયકલ સાથે હડફેટે લીધા હતા અને પાછળના જોટામાં આવી જતાં માથાના ભાગે ગંભીર ઇજા તેમજ જમણો પગ ભાંગી શરીરે નાની મોટી ઇજા કરી મોત નિપજાવી કન્ટેનર મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી સિટી બી ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે