R R Gujarat

વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ નજીક ટ્રેક્ટર સાથે અકસ્માતમાં ૧૧ વર્ષની બાળકીનું મોત

વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ નજીક ટ્રેક્ટર સાથે અકસ્માતમાં ૧૧ વર્ષની બાળકીનું મોત


કેરાળા ગામ નજીકથી યુવાન પોતાની ૧૧ વર્ષની દીકરીને બાઈકમાં આગળ બેસાડી જતો હતો ત્યારે ટ્રેક્ટર ટ્રોલીમાં બહાર નીકળેલ લોખંડ ઇન્ગલો સાથે અથડાતા યુવાનને ઈજા પહોંચી હતી અને ૧૧ વર્ષની બાળકીનું મોત થયું હતું પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
રાજકોટ આજીડેમ ચોકડી પાસે રહેતા મનુભાઈ આંબાભાઈ ચાવડા (ઉ.વ.૩૩) વાળાએ ટ્રેક્ટર જીજે ૦૩ ઈએ ૧૫૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તેની દીકરી દર્શિતા (ઉ.વ.૧૧) વાળીને બાઈકમાં આગળ બેસાડી નેશનલ હાઈવે પરથી જતો હતો કેરાળા ગામના પાટિયા પાસે આગળ જતા ટ્રેક્ટરની ટ્રોલીમાં લોખંડ ઇન્ગલો બહાર કાઢી પુરઝડપે જતો હતો અને અચાનક વણાંક લેતા ટ્રોલી બહાર નીકળેલ ઇન્ગલો સાથે અથડાતા ફીર્યાદી મનુભાઈને ઈજા પહોંચી હતી અને દીકરી દર્શિતાને માથાના ભાગે ઈજા પહોંચતા મોત થયું હતું ટ્રેક્ટર મૂકી ટ્રેક્ટર ચાલક નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે