રફાળેશ્વર નજીક ફેકટરીમાં રહેતા શ્રમિક પરિવારની એક વર્ષની બાળકી પાણી ભરેલ ડોલમાં ડૂબી જતા મોત થયું હતું બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશન વતની અને હાલ મોરબીના રફાળેશ્વર પાનેલી રોડ પર આવેલ સીમોરા કારખાના સામે ધરતી પ્લાસ્ટ લેબર કોલોનીમાં રહેતા અરવિંદભાઈ મંડલોઈની ૧ વર્ષની દીકરી આરાધ્યા લેબર કોલોનીમાં પાણી ભરેલ ડોલમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે
